Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસરની પ્રજા દૂષિત પાણી પીવા મજબૂર, રોગચાળાની લોકોમાં દહેશત..!

X

જંબુસરની પ્રજા દૂષિત પાણી પીવા બની છે મજબૂર

અમન પાર્ક અને પ્રીતમ પાર્કમાં આવ્યું દુષિત પાણી

અનેક રજૂઆત છતાં પાલિકા તંત્ર બન્યું બેજવાબદાર

ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકાના પાપે જંબુસર નગરની પ્રજા દૂષિત પાણી પીવા મજબૂર બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જંબુસર નગરમાં આવેલ અમન પાર્ક સોસાયટી અને પ્રીતમ પાર્ક સોસાયટીમાં પીવાનું પાણી દૂષિત આવતા સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળ્યો છે.

જેમાં જંબુસર નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી દૂષિત આવતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે જંબુસર પાલિકા દ્વાએય આગામી 2 દિવસમાં આ સમસ્યા હલ કરવામાં આવશે તેવું પાલિકા અધિકારીઓનું રટણ સામે આવ્યું છે. વારંવાર પાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્રએ જાણે આંખ આડા કાન કર્યા હોય તેવું જણાય રહ્યું છે. તો બીજી તરફ, જંબુસર નગરની પ્રજા કોઈ મોટા રોગચાળાના ભરડામાં ધકેલાશે તો તેનો જવાબદાર કોણ, તેવા પણ લોકોના મનમાં પ્રશ્નો ઉદભવી રહ્યા છે.

Next Story