ભરૂચ : કૃષિ યુનિવર્સિટી-ઝાડેશ્વર ડેપો સુધીના માર્ગનું નવીનીકરણ કરાશે, ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું...

કૃષિ યુનિવર્સિટીથી ઝાડેશ્વર બસ સ્ટેન્ડ સુધીના રસ્તાના નવીનીકરણની કામગીરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવી હતી.

New Update
ભરૂચ : કૃષિ યુનિવર્સિટી-ઝાડેશ્વર ડેપો સુધીના માર્ગનું નવીનીકરણ કરાશે, ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું...

ભરૂચ શહેરના કૃષિ યુનિવર્સિટીથી ઝાડેશ્વર બસ સ્ટેન્ડ સુધીના રસ્તાના નવીનીકરણની કામગીરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવી હતી.

ભરૂચ શહેરના કૃષિ યુનિવર્સિટીથી ઝાડેશ્વરના મુખ્ય માર્ગ પર મીઠા પાણીની લાઈન નાખવાની કામગીરી ચાલતી હોય, જેમાં સાઇટ પરનો રસ્તો શોધીને પાઇપ નાખવામાં આવી હતી. તે કામગીરી પૂર્ણ થતા ઘણા વખતથી લોકોની આ રસ્તાના નવીનીકરણ કરવા માટેની માંગ હતી, ત્યારે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજિત રૂ. 1.30 કરોડના ખર્ચે ઝાડેશ્વર રોડ પર આવેલ કૃષિ યુનિવર્સિટીથી ઝાડેશ્વર બસ સ્ટેન્ડ સુધી ડાબી બાજુના રીસરફેસિંગ તેમજ રિસ્ટોરેશનના કામનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આપણો પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભાજપના હોદ્દેદારો અગ્રણીઓ સહિત મોટી સંખ્યા સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: નર્મદા નદીની જળસપાટી 20 ફૂટને પાર, ડેમમાં પાણીની આવક ઘટી છતાં 3.95 લાખ ક્યુસેક પાણી છોડવાનું યથાવત !

નર્મદા ડેમમાંથી ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જોકે ડેમના 15 દરવાજા ખોલી 3 લાખ 95 હજાર ક્યુસેક પાણી છોડવાનું યથાવત રાખવામાં આવી રહ્યું છે

New Update
  • સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવક

  • નર્મદા નદીની જળસપાટીમાં વધારો

  • ગોલ્ડનબ્રિજ નજીક નદીની સપાટી 20 ફૂટ

  • ડેમમાં પાણીની આવક ઘટી

  • છતાં 3.95 લાખ ક્યુસેક પાણી છોડવાનું યથાવત

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 3.95 લાખ ક્યુસેક પાણીની આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટને પાર કરી ગઈ હતી ગુજરાતની જીવાદોરી સામાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની સતત આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે.નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટને પાર કરી ગઈ હતી. નર્મદા ડેમમાંથી ત્રણ લાખ 95 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે કાંઠા વિસ્તારોમાં નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.
નર્મદા ડેમમાંથી ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જોકે ડેમના 15 દરવાજા ખોલી 3 લાખ 95 હજાર ક્યુસેક પાણી છોડવાનું યથાવત રાખવામાં આવી રહ્યું છે જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. નદીની જળ સપાટી વધતા તંત્ર એલર્ટ મોડ પર છે અને કાંઠા વિસ્તારના ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે.
Latest Stories