ભરૂચ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પાવડરથી પકવેલી કેરીઓનું વેચાણ શરૂ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ નિરીક્ષણ કરે તે જરૂરી.!

બદલાતા વાતાવરણની કેરીનાં પાકને અસર, ખરી પડેલી કેરીઓને પાવડરમાં પકવાઈ, પાવડરમાં પકવેલ કેરી ખાવાથી સ્વાસ્થ્યને નુકશાન

New Update
ભરૂચ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પાવડરથી પકવેલી કેરીઓનું વેચાણ શરૂ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ નિરીક્ષણ કરે તે જરૂરી.!

ભરૂચ જિલ્લામાં અને ખાસ કરી ગુજરાતમાં બદલાતા વાતાવરણના કારણે ખેડૂતોના પાકને પણ અસર થઇ રહી છે કેરી ખરી પડવાના કારણે પણ આ કેરીને પાવડરથી પકવી બજારમાં વેચાણ કરવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવતા ભરૂચના બજારોમાં વેચાતી કેરીઓ પાવડરથી પકડવામાં આવી હોવાની માહિતી સાથે ચોકાવનારા વિસ્ફોટો પણ થયા.

Advertisment

ભરૂચ જિલ્લામાં આ વખતે કેરીનું ઉત્પાદન ઓછું થઇ શકે તેવું તજજ્ઞોનું માનવું છે સાથે જ ભરૂચ જિલ્લામાં માવઠા સહિત વારંવાર બદલાતા વાતાવરણના કારણે કેરીના પાકને પણ અસર થઈ છે અને જે પ્રમાણે કેરીના મોર ખરી પડ્યા છે તેના કારણે કેરીનું ઉત્પાદન પણ ઘટી ગયું છે અને બદલાતા વાતાવરણના કારણે કેરીઓ ખરી પણ પડી છે પરંતુ ખરી પડેલી કેરીઓને પાવડરથી પકવી બજારોમાં મોટા પાયે વેચાણ થતું હોવાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હજુ પણ કુદરતી રીતે પકવેલી કેરીઓનું વેચાણ કરતા પાવડરથી પકવેલી કેરીઓનું ધૂમ વેચાણ થતું હોવાની માહિતી મળી રહી છે. ભરૂચમાં ખેતીના તજજ્ઞ નિર્મલસિંહ યાદવે પણ તાજેતરમાં વેચાયેલી કેરી બાબતે આ કેરી પાવડરથી પકવેલી હોય છે અને પાવડરથી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન કારક હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે સાથે ઓર્ગેનિક પદ્ધતિથી કેરીઓનો પાક હજુ સુધી ખેડૂતોના ખેતરોમાંથી ઉતર્યો નથી તેમ જણાવ્યુ હતું.

ભરૂચ જિલ્લાના મહમદપુરા સહિત વિવિધ વિસ્તારોમાં વેચાણ થયેલી કેરીના વેપારીઓ પાસેથી કેરીમાં પાવડર વડે પકડવામાં આવી હોવાના ચોંકાવનારા વિસ્ફોટ થયા છે અને કેરીના જથ્થામાંથી પાવડરની કેટલીક પડેકીઓ પણ જોવા મળી છે ત્યારે ભરૂચના ખેડૂત હેમેન્દ્ર કોઠીવાલાએ ભરૂચમાં વેચાતી કેરીઓ પાવડરથી પકવવામાં આવતી હોય છે જેનાથી કેન્સર જેવા રોગને આમંત્રણ અપાતું હોવાનો પણ આક્ષેપ કર્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં કેરીના સ્વાદ પ્રેમીઓ માટે તાજેતરમાં વેચાતી કેરીઓ ગંભીર રોગને આમંત્રણ આપતી હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે આ બાબતે ભરૂચના મહમદપુરાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં તપાસ કરવામાં આવતા પાઉડરથી પકવેલી કેરીઓનું વેચાણ થતું હોવાનો વિસ્ફોટ થયો છે.

Read the Next Article

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાયું

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે. રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા

New Update
y

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે.

Advertisment

રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. 

શહેરના સ્ટેશન રોડ, કોર્ટ વિસ્તાર, મુખ્ય માર્ગના સર્કલો  સહિત માર્ગો પર ત્રિરંગી લાઇટિંગ આકર્ષક સજાવટ કરાતા સાંજના સમયે આખું શહેર દેશભક્તિના રંગોથી ઝગમગી ઉઠે છે.વહીવટી તંત્રના આયોજન દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનુલક્ષીને માત્ર માર્ગો જ નહીં પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ તિરંગામય બની ગઈ છે. નગરપાલિકા, કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલય કચેરી તેમજ અન્ય સરકારી ઇમારતો પર ત્રિરંગી લાઇટિંગ કરાતા રાત્રિના સમયે દૃશ્ય અતિ મનોહર બની રહ્યું છે.શહેરવાસીઓ માટે આ શણગાર ગૌરવ અને ઉત્સાહનો વિષય બની રહ્યો છે. વરસાદ વચ્ચે ઝળહળતા લાઇટિંગ અને દેશભક્તિજન્ય શણગારે તહેવારી માહોલને વધુ જીવંત બનાવી દીધો છે. નાના બાળકો થી લઈને વડીલ નાગરિકો સુધી, દરેક વ્યક્તિ આ શણગાર નિહાળવા માટે પોતાના ઘરોમાંથી બહાર આવી રહી છે અને મોબાઇલ કેમેરામાં આ ઝલક કેદ કરી રહી છે.

Latest Stories