ભરૂચ : પાલિકા કર્મીઓની હડતાળને મળ્યું સફાઈકર્મીઓનું સમર્થન, દિવાળી ટાણે જોવા મળી શકે છે કચરાપેટીઓ ઉભરાતી..!

દિવાળીએ જ ભરૂચ શહેરમાં ગંદકી તેમજ કચરાપેટીઓ ઉભરાતી જોવા મળી શકે છે. જેથી શહેરીજનોને હાલાકી વેઠવાનો પણ વારો આવી શકે છે.

ભરૂચ : પાલિકા કર્મીઓની હડતાળને મળ્યું સફાઈકર્મીઓનું સમર્થન, દિવાળી ટાણે જોવા મળી શકે છે કચરાપેટીઓ ઉભરાતી..!
New Update

ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે વિવિધ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈને છેલ્લા 5 દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે, ત્યારે પાલિકા કર્મીઓની હડતાળને સફાઈ કામદારોએ પણ સમર્થન આપ્યું છે. જેથી કહી શકાય કે, સામે દિવાળીએ શહેરમાં કચરાપેટીઓ ઉભરાતી જોવા મળી શકે છે.

ગુજરાત રાજ્યની 157 નગરપાલિકાના કર્મચારીઓ પોતાના વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઇને ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ અને અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળની આગેવાનીમાં અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. સરકારને વર્ષો જૂના પડતર પ્રશ્નો જેવા કે, જૂની પેન્શન યોજના લાગુ કરવી, પાલિકા કર્મીઓને પંચાયતના કર્મચારીની જેમ તમામ લાભ આપવા, રોજમદાર કર્મચારીઓ માટે અલગ નીતિ બનાવવી, ખાલી જગ્યાઓ ભરવામાં આવે તેવી વિવિધ માંગણી અને પ્રશ્નોની વારંવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી નિરાકરણ નહી આવતાં ભરૂચ નગરપાલિકાના તમામ કર્મચારીઓ તા. 15 ઓક્ટોમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે, ત્યારે આજે હડતાળના પાંચમા દિવસે પાલિકા કર્મીઓની હડતાળને સફાઈ કામદારોએ પણ સમર્થન આપ્યું છે. જેથી કહી શકાય કે, સામે દિવાળીએ જ ભરૂચ શહેરમાં ગંદકી તેમજ કચરાપેટીઓ ઉભરાતી જોવા મળી શકે છે. જેથી શહેરીજનોને હાલાકી વેઠવાનો પણ વારો આવી શકે છે.

#Amit Chavda #ConnectFGujarat #Nagarpalika Bharuch #ભરૂચ નગરપાલિકા #નગરપાલિકા #હડતાળ #કચરાપેટી #સફાઈકર્મી #municipal workers #સફાઈ કામદારો
Here are a few more articles:
Read the Next Article