ભરૂચ : શ્રી શ્યામ ભક્ત મહિલા મંડળ આયોજિત ત્રિદિવસીય સંગીતમય “માયરો”નો પ્રારંભ કરાયો...

જૂનાગઢના પ્રખ્યાત ભક્ત નરસિંહ મહેતાનું કુંવરબાઈનું મામેરૂ એટલે કે, ત્રિદિવસીય સંગીતમય માયરોનું આયોજન શ્રી શ્યામ ભક્ત મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું

New Update
ભરૂચ : શ્રી શ્યામ ભક્ત મહિલા મંડળ આયોજિત ત્રિદિવસીય સંગીતમય “માયરો”નો પ્રારંભ કરાયો...

ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત રોટરી હોલ ખાતે જુનાગઢના પ્રખ્યાત ભક્ત નરસિંહ મહેતાનું કુંવરબાઈનું મામેરૂ એટલે કે, માયરોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લામાં સૌ પ્રથમવાર જૂનાગઢના પ્રખ્યાત ભક્ત નરસિંહ મહેતાનું કુંવરબાઈનું મામેરૂ એટલે કે, ત્રિદિવસીય સંગીતમય માયરોનું આયોજન શ્રી શ્યામ ભક્ત મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું છે.

ભક્ત નરસિંહ મહેતાના જીવન કવનને વણી લેતી સંગીતમય વાર્તા આકર્ષક વાતાવરણમાં વ્યાસપીઠ પરથી પ્રખ્યાત રાજસ્થાની વાર્તા કથાકાર દીનદયાળજી દાધીચ દ્વારા તેઓની રસાળ શૈલીમાં રજૂ કરાય રહ્યા છે. પ્રથમ દિવસે નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર, એકાંતવાસ, હુંડી મહારસ લીલા દર્શનનું વર્ણન કરવામાં આવ્યું હતું. આ ત્રિદિવસીય સંગીતમય ધાર્મિક આયોજનનો રાજસ્થાની પરિવારજનો સહિત લાભ લઈ રહ્યા છે. આ પ્રસંગે શ્રી શ્યામ ભક્ત મહિલા મંડળના મિતું તોગી, મજું ગોયેલ, સરલા અગ્રવાલ સહિત મોટી સંખ્યામાં શ્રી શ્યામ ભક્ત મહિલા મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories