ભરૂચ : ધ યુનાઈટેડ મુસ્લીમ એસોસીએશન દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને બુટ-મોજાનું વિતરણ કરાયું...

જરૂરિયાતમંદ 100થી વિદ્યાર્થીઓને બુટ અને મોજાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું

New Update
ભરૂચ : ધ યુનાઈટેડ મુસ્લીમ એસોસીએશન દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને બુટ-મોજાનું વિતરણ કરાયું...

ભરૂચમાં ધ યુનાઈટેડ મુસ્લીમ એસોસીએશનના ઉપક્રમે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને બુટ અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચમાં સમાજ સેવા અને શિક્ષણના ઉત્થાન માટે છેલ્લા 40 વર્ષથી ધ યુનાઈટેડ મુસ્લીમ એસોસીએશનના ઉપક્રમે મહેદવીયા સ્કૂલ, ઈકરા સ્કૂલ-ફુરજા, એકતા સ્કૂલ અને ઈકરા સ્કુલ-ખુશ્બુ પાર્ક ખાતે અભ્યાસ કરતાં જરૂરિયાતમંદ 100થી વિદ્યાર્થીઓને બુટ અને મોજાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધ યુનાઈટેડ મુસ્લીમ એસોસીએશનના લાઈફ મેમ્બર મુખ્તાર સરવૈયા, પ્રમુખ સૈયદ જૈનુદ્દીન કોન્ટ્રાક્ટર, ઉપપ્રમુખ એ.આઈ.શેખ, સેક્રેટરી ઈમ્તીયાઝ પઠાન, માજી પ્રમુખ ઈકબાલ હવાલદાર, ટ્રસ્ટીગણ સલીમ લાકડાવાલા, સૈફુદ્દીનભાઈ મુલ્લા, યુસુફ પટેલ, મો. સોએબ સુજનીવાલા, મુજીબ પઠાન, મોઝમ બોમ્બેવાલા, રૂબિના સૈયદ, માહેનુર સૈયદ, ઈસ્માઈલભાઈ, ચારેય સ્કૂલના આચાર્ય, શિક્ષક-શિક્ષિકા, વાલીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories