Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદની હજરત સિત્તરશાહ પીર દરગાહના ઉર્ષ શરીફની શાનદાર ઉજવણી કરાય...

આમોદ નગરના આમલી ફળીયા સ્થિત હજરત સિત્તરશાહ પીરની દરગાહ શરીફ પર સંદલ તેમજ ઉર્ષ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

X

ભરૂચ જિલ્લાના આમોદ નગરના આમલી ફળીયા સ્થિત હજરત સિત્તરશાહ પીરની દરગાહ શરીફ પર સંદલ તેમજ ઉર્ષ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના આમોદ નગરના આમલી ફળીયા સ્થિત મોટી પાણીની ટાંકી નજીક આવેલ હજરત સિત્તરશાહ પીરની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફ તેમજ ઉર્ષ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ઉર્ષ નિમિત્તે દરગાહની સાફસફાઈ કરવામાં આવી હતી. આમોદના વાવડી ફળીયામાં આવેલ મોટાપીરની ગાદી શરીફ ખાતેથી નાત શરીફના પઠન સાથે સંદલ શરીફનું ઝુલુસ નીકળ્યું હતું. મોટી સંખ્યામાં લોકો સંદલ શરીફના ઝુલુસમાં સામેલ થયા હતા. દરગાહ શરીફના મઝાર શરીફ ઉપર સંદલ ચઢાવી ફાતેહા ખવાની અને સલાતો સલામનું પઠન કરવામાં આવ્યું હતું. તેમજ અમન અને સુકૂન માટેની વિશેષ દુઆઓ ગુજારવામાં આવી હતી. દર વર્ષે કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉર્ષ મનાવવામાં આવે છે. જેમાં પંથકના દરેક ધર્મના લોકો ઉર્ષમાં સામેલ થાય છે. અકીદતમંદોના સંયુક્ત સહયોગથી દરગાહના પટાંગણમાં નીયાઝનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ દરગાહ ખાતે મોટી સંખ્યામાં અકીદતમંદો સહિત આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Next Story