New Update
ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ મોગલ સમ્રાટ બિલ્ડીંગમાંથી મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે.
ભરૂચના કસક સ્થિત લારી પર કામ કરતા મોહમ્મદ મસૂદ રાત્રી દરમિયાન કામ કરી રમઝાન માસ દરમિયાનની શહેરી કરી ઉંઘતા હતા તે દરમિયાન મળસ્કે એક અજાણ્યો ઈસમ તકનો લાભ ઉઠાવી પથારી પાસે પડેલ મોબાઈલ કિંમત રૂપિયા 18 હજાર લઈ ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે ચોરી કરનાર બિલ્ડીંગમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો જેના આધારે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ફરાર તસ્કરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે
Latest Stories