Connect Gujarat
ભરૂચ

ભરૂચ: સસ્તા અનાજની દુકાનો પર અનાજનો જથ્થો જ નથી !ગરીબોને મુશ્કેલી

ભરૂચ જિલ્લાની 450થી વધુ સસ્તા અનાજની દુકાનો પર અનાજનો જથ્થો ન પહોંચતા ગરીબ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

X

ભરૂચ જિલ્લાની 450થી વધુ સસ્તા અનાજની દુકાનો પર અનાજનો જથ્થો ન પહોંચતા ગરીબ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

સમગ્ર દેશમાં કરોડો ગરીબોને અનાજ મળતું હોવાની જાહેરાતોના બેનર લાગ્યા છે પરંતુ ભરૂચ જિલ્લામાં જમીનની હકીકત કંઈક અલગ છે.ફેબ્રુઆરીના દસ દિવસથી વધુનો સમય થયો હોવા છતાં જિલ્લાની 450થી વધુ દુકાનો પર હજુ સુધી ફેબ્રુઆરી માસનો અનાજનો જથ્થો પહોંચ્યો નથી જેના કારણે હજારો પરિવારો ચિંતામાં મુકાયા છે સરકાર દ્વારા આપવામાં આવતા અનાથી વંચિત હજારો લોકો સૂકો રોટલો ખાઈ દિવસો વિતાવી રહ્યા છે અંતરિયાળ ગામડાઓમાં તો એવી સ્થિતિ ઊભી થઈ છે કે લોકો અનાજ મેળવવા માટે ગામની સસ્તા અનાજની દુકાને રોજ ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેમને વિલા મોડે અને નિરાશા સાથે ઘરે પરત ફરવું પડે છે આ અંગે ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલે જણાવ્યું હતું કે જૂના કોન્ટ્રાક્ટર સામે પોલીસ કેસ થતા તેનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવ્યો છે અને નવા કોન્ટ્રાક્ટર દ્વારા ગાડી મૂકવામાં આવે એટલે આવનારા એક થી બે દિવસમાં સમગ્ર જિલ્લામાં સસ્તા અનાજનો પુરવઠો પહોંચતો થઈ જશે

Next Story