Connect Gujarat
ભરૂચ

ભરૂચ: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં ચૈતર વસાવા સહિત આપના હજારો કાર્યકર્તાઓ જોડાયા

આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા નેત્રંગ ખાતે ન્યાય યાત્રામાં જોડાયા

X

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના ગુજરાત પ્રવેશનો આજે ત્રીજો દિવસ છે. રાહુલ ગાંધીની યાત્રા નર્મદા જિલ્લામાંથી ભરૂચ જિલ્લા પ્રવેશી છે. રાહુલ ગાંધીની યાત્રામાં ગુજરાત પ્રદેશ સમિતિના શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા યાત્રામાં ઉપસ્થિત છે. જ્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા નેત્રંગ ખાતે ન્યાય યાત્રામાં જોડાયા હતા નેત્રંગ ચોકડી પર મોટા મોટા હોર્ડિંગ લગાવાયા છે. સમગ્ર નેત્રંગ પંથકમાં જાણે તહેવાર હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.આખા નેત્રંગને કોંગ્રેસના ધ્વજ લગાવવામાં આવ્યા છે. ડીજે અને ઢોલ નગારાના તાલે લોકો જુમી રહ્યા છે.

ભારત જોડો ન્યાય યાત્રા નર્મદા જિલ્લામાંથી મોવી ગામ થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી છે. ત્યારે આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા પણ તેની સાથે જોડાઈને નેત્રંગ ખાતે પહોંચી લોકોને સંબોધન કર્યું હતું. અહીંયા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સમર્થકો જોવા મળી રહ્યા છે.અહીંયાંના સ્થાનિક આદિવાસીઓમાં રાહુલ ગાંધીને જોવા અનેરો આનંદ પણ જોવા મળ્યો..

Next Story