ભરૂચ: વાલિયા-વાડી માર્ગ પર ટ્રેક્ટર પુલિયા પરથી નદીમાં ખાબક્યુ,ચાલકનો આબાદ બચાવ

ડહેલી ગામની કીમ નદી ઉપર બનાવવામાં આવેલ ડાઈવર્ઝન પાસે બિસ્માર રોડને લઈ ટ્રેક્ટર પુલિયા પરથી નદીમાં ખાબકતાં ચાલકનો આબાદ બચાવ થયો

New Update
ભરૂચ: વાલિયા-વાડી માર્ગ પર ટ્રેક્ટર પુલિયા પરથી નદીમાં ખાબક્યુ,ચાલકનો આબાદ બચાવ

ભરૂચના વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામની કીમ નદી ઉપર બનાવવામાં આવેલ ડાઈવર્ઝન પાસે બિસ્માર રોડને લઈ ટ્રેક્ટર પુલિયા પરથી નદીમાં ખાબકતાં ચાલકનો આબાદ બચાવ થયો હતો વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામની કીમ નદીનું ડાઈવર્ઝન બિસ્માર બનતા વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે તેવામાં ગતરોજ રાતે એક ટ્રેકટર ચાલક ડહેલી તરફથી વાલિયા આવી રહ્યો હતો તે દરમિયાન બિસ્માર રોડને પગલે ચાલકનું સ્ટેયરિંગ ઉપર કાબૂ નહીં રહેતા ડાઈવર્ઝન પર નદી ઉપર બનાવેલ પુલિયા પરથી નદીમાં ઉતરી પડતાં અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં સમય સૂચકતા વાપરી ચાલક કૂદી પડ્યો હતો જેથી તેનો આબાદ બચાવ થયો હતો બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.ત્યારે કોન્ટ્રાકટર યોગ્ય રીતે ડાઈવર્ઝનનું મરામત કરાવે તેવી લોક માંગ ઉઠી છે.

Advertisment
Latest Stories