ભરૂચ : સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમ્મદપુરા ફ્લાય ઓવર બ્રિજના ડાયવર્ઝન અંગે વેપારીઓની તંત્રને રજૂઆત...

ધંધા-રોજગારથી સતત ધમધમતા ભરૂચના વ્યાપારી મથક એવા કતોપોર બજારના વેપારીઓના યુનાઈટેડ મરચન્ટ એસોસેશનશન દ્વારા કલેકટર કચેરી ખાતે પાઠવેલ આવેદન પત્રમાં જણાવાયું છે

New Update
ભરૂચ : સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમ્મદપુરા ફ્લાય ઓવર બ્રિજના ડાયવર્ઝન અંગે વેપારીઓની તંત્રને રજૂઆત...

ભરૂચ યુનાઈટેડ મર્ચન્ટ એસોસિએશન દ્વારા પાલિકા વિપક્ષને સાથે રાખી સૂચિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમ્મદપુરા ફ્લાય ઓવર બ્રિજની કામગીરીના પગલે આપવામાં આવેલ ડાયવર્ઝનના રસ્તા પહેલા બનાવવાની માંગ સાથે ધંધા-રોજગારને થનાર અસર અંગે કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

ધંધા-રોજગારથી સતત ધમધમતા ભરૂચના વ્યાપારી મથક એવા કતોપોર બજારના વેપારીઓના યુનાઈટેડ મરચન્ટ એસોસેશનશન દ્વારા કલેકટર કચેરી ખાતે પાઠવેલ આવેદન પત્રમાં જણાવાયું છે કે, હાલ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમ્મદપુરા ફ્લાય ઓવર બ્રિજ બનવા જઈ રહ્યો છે, તે બ્રીજનું કામ જયાં સુધી ચાલશે ત્યાં સુધી ટ્રાફીકની જામ સમસ્યા રહેશે. જોકે, જે રીતે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, તે રસ્તાઓ તદ્દન બિસ્માર છે, તથા કતોપોર બજારમાં ખરીદી કરવા માટે આવતા ગ્રાહકો પોતાની ફોર વીલ ગાડીઓ જે ફાટા તળાવમાં પાર્ક કરે છે. આ ગ્રાહકો કેવી રીતે પોતાની ગાડીઓ લઈ આવશે. આથી કતોપોર બજારના વેપાર-ધંધા પર ઘણી જ અસર થશે. આ ઉપરાંત ગાંધીબજારનો રસ્તો જે આશરે રૂ. ૩ ત્રણ કરોડ ઉપરાંતના ખર્ચે આશરે ૩ વર્ષથી ગોકળગાય ગતિએ રસ્તો બને છે. હાલમાં આ રસ્તાનું કામ બંધ છે. ગાંધી બજારનો રસ્તો તદ્દન બિસ્માર છે, અને ગટરો ખુલ્લી છે, ત્યારે આ રસ્તાઓ તૈયાર કરાવ્યા બાદ બ્રીજનું કામ કરવામાં આવે તેવી યુનાઈટેડ મર્ચન્ટ એસોસિએશનના હોદ્દેદારો, વેપારીઓ તેમજ પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિતના અન્ય સભ્યોએ રજૂઆત કરી હતી.

Latest Stories