ભરૂચ : શહેરભરમાં પરંપરાગત હોલિકા દહનનો ઉલ્લાસભેર ઉત્સવ મનાવાયો

ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળી નો સમાવેશ થાય છે રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપ રંગમાં મનાવાતો હોય છે

ભરૂચ : શહેરભરમાં પરંપરાગત હોલિકા દહનનો ઉલ્લાસભેર ઉત્સવ મનાવાયો
New Update

ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળી નો સમાવેશ થાય છે રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપ રંગમાં મનાવાતો હોય છે. પરંતુ હિન્દુઓ માટે હોળી નું પૌરાણિક મહત્વ છે હોળીને લઇને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે પ્રદેશ અને વિવિધ વિસ્તારોમાં મુજબ અલગ અલગ કથાઓ સામે આવી છે એક માન્યતા સૌથી પ્રચલિત કથા છે જેમાં પહલાદ અને હરણ્યા કશ્યપની કથા આ હોળીકા દહનથી જોડાયેલી છે જેમાં ઈશ્વરને માનનારા અને ઇચ્છતા પ્રહલાદે પોતાના પિતા હરણીયા કશ્યપને ભગવાન માનવાનીના પાડી ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા હતા. ઘણી વખત સમજાવ્યા બાદ પણ જ્યારે પ્રહ્લાદ ન સમજતા પિતા હરણીયા કશ્યપ એ પોતાની બહેન હોલિકાને કે જેને આગ સળગાવી ન શકે તેવું વરદાન પ્રાપ્ત હતું તેને પ્રહલાદને ખોળામાં બેસાડીને આગમાં પ્રવેશવાનું કહેતા હોળીકા આજના પ્રવેશતાની સાથે જ સળગી ઉઠી હતી અને ભગવાનની અસીમ ભક્તિ કરનાર પ્રહલાદ બચી ગયા જતા અસત્ય પર સત્યના જીત ની ઉજવણીના ભાગરૂપે ભારત વર્ષમાં વર્ષોની પરંપરાગત રીતે હોળીકા દહન નો કાર્યક્રમો યોજાતો આવી રહ્યો છે.. ઉલ્લેખનીય છે કે બે વર્ષથી ભારતભરમાં કોરોના મહામારી ના કારણે ઉત્સવો ની મજા બગડી હતી.ત્યારે આ વર્ષે કોરોના નો પ્રભાવ ઓછો થતા ફરી રંગબેરંગી હોળી ધુળેટીનો ઉત્સવ માં રંગ જોવા મળી રહ્યો છે ..

ભરૂચ જિલ્લામાં પણ આજરોજ ગલી ,મોહલ્લા અને સોસાયટી વિસ્તારોમાં પૂજા અર્ચના કરી હોળીકા દહન કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. પરંપરાગત રીતે મનાવતી હોળી દહન મા આ વર્ષે વૈદિક હોળીનું ચલણ વધારે જોવા મળી રહ્યું છે પર્યાવરણને નુકસાન થી બચાવવા અને ગ્લોબલ વોર્મિંગને અટકાવના પ્રયાસના ભાગરૂપે વિવિધ સંસ્થાઓ દ્વારા હોળી પહેલા લોકોને વૈદિક હોળી પ્રગટાવવા માટે અનુરોધ કરતા શહેર-જિલ્લાની જનતાએ પણ વૈદિક હોળી ને અપનાવી પર્યાવરણ બચાવવા આગળ આવી ભક્તિભાવ સાથે હોલિકા દહન કર્યું હતું.

#Traditional Holika Dahan #celebrated #Gujarat #Bharuch #ConncetGujarat
Here are a few more articles:
Read the Next Article