ભરૂચ: મુન્શી હાઇસ્કુલ ખાતે ટ્રાફિક એવરનેશ કાર્યક્રમ યોજાયો

મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વાય.યુ. મેમોરિયલ હાઇસ્કૂલ સામાન્ય પ્રવાહ , અલીફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ , હાજી અહમદ કહાનવાલા આઇ.ટી..આઇ.માં ટ્રાફીક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચના એસ.પી. ડો . લીના પાટીલ તેમજ ટ્રાફીક નિયમન શાખા ભરુચ દ્વારા મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ ખાતે ટ્રાફીક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં ટ્રાફીક નિયમન શાખા ભરુચના પી.એસ.આઇ. પી.આર. ગઢવી ઉપસ્થિત રહી ટ્રાફિક નિયમોની માહિતી આપવા સાથે કહ્યું હતું કે 18 વર્ષથી નાના બાળકોએ બાઇક ન ચલાવવી જોઈએ તેમજ જો તમે મોટા થઈને વાહન ચલાવો તો હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ તેમજ તમારી શાળા હાઇ - વે પર છે જેથી ખાસ કરીને બહુજ કાળજી રાખવી જરૂરી છે.કાર્યક્રમના અંતમાં અલીફ ઇંગ્લિશ મીડિયમના શિક્ષક સાજિદ પટેલે આભારવીધી કરી હતી .

Latest Stories