ભરૂચ: જિલ્લા પંચાયતના પ્રમુખના બંગલા પાછળ આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા

લક્ષ્મી નારાયણ સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં મળી તોડી અંદાજિત 5 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

New Update
ભરૂચ: જિલ્લા પંચાયતના પ્રમુખના બંગલા પાછળ આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા

ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખના બંગ્લા પાછળ આવેલ લક્ષ્મી નારાયણ સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં મળી તોડી અંદાજિત 5 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

શિયાળો તેની મધ્યમાં પહોચતા ભરુચ શહેરમાં ચોરીની ઘટના સામે આવી રહી છે.ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખના બંગ્લા પાછળ આવેલ લક્ષ્મી નારાયણ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર સોલંકી પોતાનું મકાન બંધ કરી કામ અર્થે પૂના ખાતે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી અંદર રહેલ સોનાના ઘરેણાં સહિત અંદાજિત 5 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી જ્યારે તસ્કરોએ ઘર પાસે પાર્ક કરેલ કારની પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે બેટરીના વાયરો બહાર કાઢી નાખ્યા હોવાથી કારની ચોરીની નિષ્ફળ રહી હતી ચોરી અંગે મકાન માલિકે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.ચોરીની ઘટના સીસીટીવી કેમેરા કેદ થઈ છે.

Latest Stories