/connect-gujarat/media/post_banners/7b83e83a56b9983b43b5310d2be644a49a5ba268359cd45b6afaf01a4e1e94df.jpg)
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે 9 તાલુકા પંચાયતના ચૂંટાયેલા 139 સભ્યોનો પ્રશિક્ષણ વર્ગ આયોજિત કરાયો હતો.
ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે જિલ્લાની તમામ 9 તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોનો પ્રશિક્ષણ વર્ગ સોમવારે સવારથી પ્રારંભ થયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી ફતેસિંહ ગોહિલ, વિનોદ પટેલે ઉપસ્થિત રહી શિક્ષણાર્થીઓને પ્રારંભે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.ચાર સત્રમાં આયોજિત પ્રશિક્ષણ વર્ગમાં લોકસભામાં 2 બેઠકથી સ્પષ્ટ બહુમતી, ભાજપનો ઇતિહાસ, વિકાસકામોની ગાથા જનક બગદાણા, સૂરજ વસાવા, કરસન ગોંડલીયા અને રાજેશભાઇએ વર્ગમાં આપી હતી.જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ પ્રશિક્ષણ વર્ગમાં જરૂરી માહિતી ઉપરાંત પાર્ટીની કાર્યપદ્ધતિ, વિચારસરણી, ભાજપાનો ઈતિહાસ, જનસંઘનો ઈતિહાસ, એકાત્મ માનવવાદ, કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી, મીડિયા , સોસિયલ મીડિયા, વિવિધ સમાજોને લગતા મુદ્દાઓની પ્રશિક્ષણ વર્ગમાં ચર્ચા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.