ભરૂચ : વૃક્ષ જતનના સંકલ્પ સાથે સત્ ચેતના પર્યાવરણ સંગઠન-ગાયત્રી પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરાયું...

પર્યાવરણ પ્રેમી ટીનાભાઇના સહયોગથી નર્મદા તટે વૃક્ષ જતનના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

ભરૂચ : વૃક્ષ જતનના સંકલ્પ સાથે સત્ ચેતના પર્યાવરણ સંગઠન-ગાયત્રી પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરાયું...
New Update

વૃક્ષ જતનના સંકલ્પ સાથે ભરૂચ ખાતે સત્ ચેતના પર્યાવરણ સંગઠન અને ગાયત્રી પરિવાર દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્ ચેતના પર્યાવરણ સંગઠન તથા ગાયત્રી પરિવાર-ભરૂચ દ્વારા તારીખ 13 ઓગષ્ટના રોજ શુકલતીર્થના પર્યાવરણ પ્રેમી ટીનાભાઇના સહયોગથી નર્મદા તટે વૃક્ષ જતનના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. નર્મદા તટે લગભગ વડના 21 જેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે RSS ના જિલ્લા સંઘ સંચાલક ડો. કૌશલ પટેલ,પ્રો. એચ.કે.પટેલ, નીતિનભાઈ, સુધીર નિઝામા, વૈશાલીબેન, કામીનાબેન, ધીરેન ભગત, લલિતભાઈ, સતીષ ઓઝા, રાજેશભાઈ, દિલીપસિંહ રાજ તથા સંકેત પટેલ અને સતચેતના પર્યાવરણ સંગઠનના સભ્યો તથા અન્ય પર્યાવરણ પ્રેમીઓ તેમજ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી વન ભોજનનો આનંદ માણ્યો હતો.

#Bharuch #Bharuch Samachar #tree planting #Sat Chetana Environment Association #Gayatri family #વૃક્ષ જતન #વૃક્ષારોપણ #સત્ ચેતના પર્યાવરણ સંગઠન #SaveTrees #SaveTreeSaveNature #Bharuch TreePlanting
Here are a few more articles:
Read the Next Article