Connect Gujarat
ભરૂચ

ભરૂચ : “આ અમારો વિસ્તાર છે, અહીં નવરાત્રી નહીં કરવી” કહેનાર ઈખરના વિધર્મી વિરુદ્ધ આદિવાસી સમાજનું તંત્રને આવેદન

વીર બીરસા બ્રિગેડ અને ઇન્ડિજીનીયશ પરિવાર તથા અલગ અલગ તાલુકાના સાથી સંગઠનોએ ભેગા મળીને ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું.

X

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઈખર ગામે કેટલાક વિધર્મી લોકોએ આદિવાસી સમાજને નવરાત્રીનો તહેવાર નહી ઉજવવા તેમજ જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી અપમાન કરાયું હોવાના આક્ષેપ સાથે વીર બિરસા બ્રિગેડ અને આદિવાસી સેનાના નેજા હેઠળ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી અપમાનિત કરનાર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ જીલ્લા વીર બીરસા બ્રિગેડ અને ઇન્ડિજીનીયશ પરિવાર તથા અલગ અલગ તાલુકાના સાથી સંગઠનોએ ભેગા મળીને ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, આમોદ તાલુકાના ઈખર ગામમાં આદિવાસી સમાજના લોકો રહેતા હોય, અને દર વર્ષે નવરાત્રીનો તહેવાર ઉજવતા હોય, ત્યારે તેવી જ રીતે આ વર્ષે પણ નવરાત્રીનો તહેવાર ઉજવવા માટે ગ્રામ પંચાયત દ્વારા ફાળવવામાં આવેલ સ્થળે માતાજીની માંડવણી બાબતે થાંભલાનું રોપણ કર્યું હતું. જેની આજુબાજુની જગ્યાની સાફ-સફાઇ ચાલતી હોય, ત્યારે આ સમયે ગામના જ કેટલાક વિધર્મી લોકોએ અહીં નવરાત્રી નહીં કરવાની ધમકીઓ આપી હતી. આ સાથે જ ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરતા જણાવ્યું હતું કે, “આ અમારો વિસ્તાર છે, જેથી હવે પછી અહીં નવરાત્રી ઉજવવા દેવામાં આવશે નહી” તેમ કહી સમગ્ર સમાજને ધાક-ધમકીઓ આપી નવારાત્રીનો મંડપ ઉખેડી નાંખવાનું અને નવારાત્રીમાં પથ્થરમારો કરવાની વિધર્મી લોકોએ ધમકી આપી હોવાનો આદિવાસી સમાજે આક્ષેપ કર્યો છે.

Next Story