Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વર નજીક ટ્રક ચાલકોએ કર્યો ચક્કાજામ, બિલમાં સુધારણા કરવાની માંગ

નવા કાયદા પ્રમાણે અકસ્માત બાદ ડ્રાઈવરને 10 વર્ષની સજા,લાયસન્સ રદ્દ કરવા સહિતની જોગવાઈ કરવામાં આવી છે

X

ભરૂચ જિલ્લામાં ટ્રક ડ્રાઇવરોની હડતાલના મામલે ટ્રક ડ્રાઇવરોના હકમાં બિલમાં સુધારણા કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું બસ અને ટ્રક તથા ટ્રેલર સહિતના મોટા વાહનોના ડ્રાઈવરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં કરવામાં આવેલા ફેરફારને લઈને વિરોધ કરવામાં આવી રહ્યાં છે.

નવા કાયદા પ્રમાણે અકસ્માત બાદ ડ્રાઈવરને 10 વર્ષની સજા,લાયસન્સ રદ્દ કરવા સહિતની જોગવાઈ કરવામાં આવી છે. આજે વહેલી સવારથી જ રાજ્યમાં ટ્રકના પૈડા થંભી ગયા છે. આજે ભરૂચમાં નેશનલ હાઈવે નંબર ૪૮ પર અંકલેશ્વર નજીક ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ટ્રક ડ્રાઇવરોએ એકતા જિંદાબાદના નારાસાથે વિરોધ પ્રદર્શન કરી આખા રોડને બ્લોક કરી દીધો હતો. નેશનલ હાઇવે પર આશરે 2 થી 4 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો ડ્રાઇવરોને મિનિમમ વેતન, ઓવર ટાઈમ મેડિકલ ઇન્સ્યોરન્સ પણ સહિતની માંગણી સાથે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

Next Story