Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નવરાત્રી પત્યા બાદ પણ તુલસીધામ સોસાયટીના લોકો કરે છે ઉજાગરા,જુઓ કોને ફેંકે છે પડકાર

વિકસતા જતા ભરૂચમાં ચોરીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે અને તસ્કરો પોલીસને પાકદાર ફેંકી રહ્યા હોવાનું લાગી રહ્યું છે

X

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ સોસાયટીમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. સોસાયટીમાં વારંવાર તસ્કરો પેઢા પડતાં સ્થાનિકો જાતે જ ઉજાગરા કરી માલમત્તાની રક્ષા માટે મજબૂર બન્યા છે

વિકસતા જતા ભરૂચમાં ચોરીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે અને તસ્કરો પોલીસને પાકદાર ફેંકી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધાં સોસાયટીમાં 15 દિવસ પૂર્વે ચોરીનો બનાવ બન્યો હતો ત્યાર બાદ તસ્કરો સતત આ સોસાયટીમાં દસ્તક આપતા રહે છે ત્યારે સ્થાનિકોએ તસ્કરોને પડકાર ફેંકવા જાતે જ બાય ચઢાવી છે. સ્થાનિકો ઉજાગરા કરી સોસાયટીની રખેવાળી કરે છે ત્યારે ગત રાત્રિના પણ તસ્કરો નજરે પડ્યા હતા જો કે ફરાર થઈ જવામાં સફળ થયા હતા. સ્થાનિકોએ જણાવ્યુ હતું કે પોલીસ તેમની ફરિયાદ સાંભળે છે પરંતુ આ વિસ્તારમાં પેટ્રોલીંગ વધુ સઘન બનાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે

Next Story