ભરૂચ : જંબુસર ડેપોને બે નવી બસ ફાળવવામાં આવી,લીલીઝંડી બતાવી કરાવાયુ પ્રસ્થાન

ભરૂચના જંબુસર એસ.ટી.બસ ડેપોને બે નવી બસ ફાળવવામાં આવી છે જેનું લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યુ છે.

New Update
ભરૂચ : જંબુસર ડેપોને બે નવી બસ ફાળવવામાં આવી,લીલીઝંડી બતાવી કરાવાયુ પ્રસ્થાન

ભરૂચના જંબુસર એસ.ટી.બસ ડેપોને બે નવી બસ ફાળવવામાં આવી છે જેનું લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યુ છે.

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા જુની બસોના બદલે નવી બસની ફાળવણી કરવામાં આવી હતી.ભરૂચ ડિવીઝનના જંબુસર ડેપોને બે નવી બસો મળી છે.દરેક બસ 33 મુસાફરોનુ વહન કરવાની કેપેસિટી ધરાવે છે.એક બસને આમોદ ભરૂચ જયારે બીજી બસને જંબુસર વડોદરા રૂટ પર દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.જંબુસર ડેપો ખાતે વિભાગીય અધિકારી ,ડેપો મેનેજર અને જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ ની હાજરીમાં આ બસને લીલી ઝંડી આપવામાં આવી હતી.  

Latest Stories