ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં બે બહેનોનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયાનો બનાવ બનતા ચકચાર મચી છે. નરાધમોએ બે બહેનોનું અપહરણ કરી ફાર્મહાઉસમાં લઈ જઈ નશાકારક ઈન્જેકશન આપી દુષ્કર્મ ગુજાર્યું હતું આ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જંબુસર તાલુકાના એક ગામમાં રહેતી બે બહેનોને 26 દિવસ પહેલા રાતના સમયે ભડકોદ્રા ગામે રહેતો યાસીન ખાલીદ ચોક અને નઇમ તેઓની ઇકો કારમાં ઉઠાવી ગયા હતો.બંને બહેનોનું અપહરણ કરી તેઓને કાવી ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવી હતી. જ્યાં યાસીને બંને બહેનોને નશાકારક ઇન્જેક્શન આપ્યા હતા.બાદમાં મોટી બહેન સાથે યાસીને જ્યારે નાની બહેન સાથે નઇમે દુષ્કર્મ ગુજાર્યું હતું. બે બહેનોનું અપહરણ અને રેપની ચકચારી ઘટનામાં જંબુસરના માઝ નામના આરોપીએ બંને બહેનોને નશાકારક ઇન્જેક્શન આપતો વીડિયો ઉતારી લઈ વાયરલ કર્યો હતો. જ્યારે ચોથા આરોપી અનસે અન્ય ત્રણેયની મદદગારી કરી હતી.કાવી પોલીસ મથકે ભોગ બનનાર મોટી બહેને સોમવારે PSI વી.એ. આહીર સમક્ષ ફરિયાદ નોંધવતા પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.