Connect Gujarat
ભરૂચ

ભરૂચ: માય લીવેબલ ભરૂચ અભિયાન અંતર્ગત આ વિસ્તારોની સુંદરતામાં થશે વધારો !

ભરૂચ વહીવટી તંત્ર દ્વારા માય લિવેબલ ભરૂચ અભિયાન અંતર્ગત સફાઈ અને બ્યુટી ફિકેશનની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો

X

ભરૂચ વહીવટી તંત્ર દ્વારા માય લિવેબલ ભરૂચ અભિયાન અંતર્ગત સફાઈ અને બ્યુટી ફિકેશનની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો

ભરૂચના માતરિયા તળાવ ખાતેથી માય લીવેબલ ભરૂચ અભિયાન અંતર્ગત સફાઈ અને બ્યુટી ફિકેશનની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.જેમાં ભરૂચ ઉપરાંત ઝાડેશ્વર, ભોલાવ, નંદેલાવ સહિત 40 કિલોમીટરને વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે.ભાંગ્યું ભાંગ્યું તો ય ભરુચને ભવ્ય ભરુચ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માય લીવેબલ ભરૂચ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.જે અંતર્ગત ભરુચના માતરિયા તળાવ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામા કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ,નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

Next Story