Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નિરામય ગુજરાત યોજના હેઠળ જિલ્લાના 5.61 લાખ લોકોના આરોગ્યની તપાસ થશે

રાજય સરકારની વધુ એક મહત્વની યોજના નિરામય ગુજરાતનો પ્રારંભ થયો છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો આ યોજના

X

રાજય સરકારની વધુ એક મહત્વની યોજના નિરામય ગુજરાતનો પ્રારંભ થયો છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો આ યોજના હેઠળ બિન-ચેપી રોગોથી પીડાતા 5.61 લાખ લોકોને આવરી લેવાશે.

ગુજરાત સરકાર લોકોના આરોગ્ય પ્રત્યે વધુ ધ્યાન આપવા માટે નવી યોજના લઇને આવી છે. નિરાયમ ગુજરાત યોજના હેઠળ હાર્ટ એટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટીસ જેવા બિનચેપી રોગોથી પીડાતા દર્દીઓને આવરી લેવાશે. આ પ્રકારના રોગોથી લોકોને બચાવાવા અને તેમની ખાસ કાળજી લેવાના મુખ્ય હેતુ સાથે ગુજરાત સરકારે ૩૦થી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે એટલે મમતા દિવસે રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો તેમજ હોસ્પિટલો ખાતે આરોગ્ય સ્ક્રીનિંગ-તપાસ કરવામાં આવશે.

વધુમાં આવા દર્દીઓને હેલ્થ આઈડીની નોંધણી કરાશે. જેના કારણે સારવાર સમય કોઈપણ તબીબને માહિતી મળી શકશે. કાર્ડ ઈસ્યુ કરવા માટે આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં કિઓસ્ક મૂકાશે. વર્ષમાં બે વાર દરેક ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ 'નિરામય' કેમ્પનું આયોજન કરાશે. દર્દીની તપાસ બાદ જો જરૂર જણાશે તો વધુ તપાસ માટે તજજ્ઞ તબીબ પાસે રિફર કરી શકાશે. દરેક દર્દીની સારવાર બાદ દર છ મહિને એક વાર તેનો ફોલોઅપ લેવાશે. આ મેગા મેડિકલ કેમ્પમાં કલેકટર તુષાર સુમેરા ,નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા,જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, આરોગ્ય અધિકારી જે. એસ. દુલેરા,સહિત પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Next Story