Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અંતર્ગત નબીપુર કુમાર શાળામાં પોલીસ તંત્ર દ્વારા તાલીમ શિબિર યોજાય…

રાજ્યમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પોલીસ વિભાગે સ્ટુડન્ટ પોલીસ કેડેટ નામની મહત્વની યોજનાની જાહેરાત કરી છે.

ભરૂચ : સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અંતર્ગત નબીપુર કુમાર શાળામાં પોલીસ તંત્ર દ્વારા તાલીમ શિબિર યોજાય…
X

રાજ્યમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પોલીસ વિભાગે સ્ટુડન્ટ પોલીસ કેડેટ નામની મહત્વની યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો અમલ આ વર્ષેથી જ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાની નબીપુર કુમાર શાળા ખાતે નબીપુર પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ તાલીમ આપવામાં આવી હતી.

સ્ટુડન્ટ પોલીસ કેડેટ અંતર્ગત ભરૂચના નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના 44 સિન્યર અને 44 જુનિયર વિદ્યાર્થીઓને નબીપુર કુમાર અને કન્યા શાળા ખાતે તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં 22 વિદ્યાર્થીઓ અને 22 વિદ્યાર્થીનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને 4 ઈન્ડોર અને 4 આઉટ ડોર તાલીમ આપવામાં આવી રહી છે, અને સમગ્ર વર્ષ દરમિયાન 3 શિબિરનું આયોજન કરવામાં આવશે. આ તાલીમ થકી વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ થશે. કુટુંબ, સમાજ, દેશ, પર્યાવરણની જવાબદારી, યુવાનો કાયદાનું પાલન કરે, યુવાન સમાજ સેવા કરતા થાય, માનસિક અને શારીરિક રીતે મજબૂત બને તે હેતુથી વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે. સ્ટુડન્ટ પોલીસ કેડેટ ફિલ્ડ વિઝિટ કરી વિવિધ પ્રકારના જાગૃતિ કાર્યક્રમ પણ કરવામાં આવશે. 2 દિવસીય તાલીમ શિબિરમાં ધોરણ 7, 8 અને 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નબીપુર પોલીસ મથકના પી.એસ.આઈ કે.એમ.ચોધરી તેમજ પોલીસ મથકના સ્ટાફ અને શાળામાં શિક્ષકોએ ભેગા મળી વિદ્યાર્થીઓને તાલીમ પૂરી પાડી હતી.

Next Story