Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અનોખો કાર્યક્રમ, વિદ્યાર્થીઓને લોકશાહીથી અવગત કરાયા

ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રજાતંત્ર અને ચૂંટણી પ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓ વ્યાવહારિક જ્ઞાન મેળવી શકે

X

ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રજાતંત્ર અને ચૂંટણી પ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓ વ્યાવહારિક જ્ઞાન મેળવી શકે એ હેતુથી કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને લોકશાહી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

લોકો દ્વારા,લોકો માટે અને લોકો થકી ચાલતું સાશન એટ્લે લોકશાહી.ભારત દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવે છે ત્યારે ભવિષ્યના મતદાતા એવા વિદ્યાર્થીઓને પ્રજાતંત્ર અને ચૂંટણી પ્રક્રિયા અંગેની માહિતી મળી રહે એ હેતુથી ભરૂચના ભોલાવ ખાતે આવેલ જયઅંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ એક સરસ મજાની પદ્ધતિ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ અંતર્ગત શાળા દ્વારા થિયરીની સાથે સાથે વ્યવહારિક સમજ થકી પ્રથમ તબક્કામાં ચૂંટણી કઈ રીતે થાય છે, તેમજ કયા-કયા મુદ્દાઓ માટે થાય છે તે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ બીજા તબક્કામાં શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા જ અલગ-અલગ રાજનૈતિક પક્ષ તૈયાર કરીને તેમને ચૂંટણી પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ રાજનૈતિક પક્ષ બનાવી એજન્ડા તૈયાર કરવો તેમજ ચૂંટણીનો પ્રચારને ઉદાહરણ રૂપ દર્શાવ્યો હતો. આ પ્રેઝન્ટેશનના અંતે મતદાનના દિવસે મત આપવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી અને પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા જે બાદ ધારાસભ્ય દળના નેતા પસંદ કરી મુખ્યપ્રધાનના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડા અને જિલ્લા યુવા ભાજપના મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કર્ણાએ ઉપસ્થિત રહી પ્રજાતંત્ર અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. આ પ્રસંગે કેમ્પસ ડાયરેક્ટર સુષ્મા ભટ્ટે જણાવ્યુ હતું કે ભારતીય લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓને વ્યવ્હારિક સમજ આપવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાજકારણ તેમજ ચૂંટણી પ્રક્રિયા અંગે પ્રવર્તી રહેલી ગેરમાન્યતા દૂર કરી વિદ્યાર્થીઓમાં સકારાત્મકતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે

Next Story