ભરૂચ : યુનિવર્સીટી દ્વારા માર્કશીટમાં ભૂલ સુધારવા વિદ્યાર્થીઓ પાસે પૈસાની ઉઘરાણી, NSUIનો વિરોધ…

એક યુનિવર્સિટીની વિદ્યાર્થીઓને વિવાદિત ઓફર માર્કશીટમાં ભૂલ સુધારવા કરાય પૈસાની ઉઘરાણી 3 હજાર, 1,500 અને 500 રૂપિયા ભાવ નક્કી કર્યો યુનિવર્સિટીની ભૂલ હોવા છતાં વિદ્યાર્થીઓ પર બોજ પૈસાની ખુલ્લી ઉઘરાણી સામે NSUIનો ઉગ્ર વિરોધ

New Update
ભરૂચ : યુનિવર્સીટી દ્વારા માર્કશીટમાં ભૂલ સુધારવા વિદ્યાર્થીઓ પાસે પૈસાની ઉઘરાણી, NSUIનો વિરોધ…

હાલમાં જ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનું ઇકોનોમિક્સના છઠ્ઠા સેમેસ્ટરનું પેપર ફૂટતા પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી, જોકે, હવે વધુ એક યુનિવર્સિટીની વિવાદિત ઓફર સામે આવી છે. જેમાં યુનિવર્સીટીની માર્કશીટમાં ભૂલ સુધારવા વિધાર્થીઓને રૂપિયા ચૂકવવાનો પરિપત્ર જારી કરાતા ભરૂચ NSUIના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા F.Y.B. scમાં કોરોનાના કારણે માસ વિદ્યાર્થીઓને પ્રમોશન અપાયું હતું. જેના આધારે વિધાર્થીઓએ અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવી આગળ અભ્યાસ કરી B.SC પૂર્ણ કર્યું. પરંતુ જ્યારે છેલ્લી માર્કશીટ તેમાં AtKt અને SGPA, કેન્સલ સર્ટિફિકેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે યુનિવર્સિટીની ભૂલ છે, તેમ છતાં યુનિવર્સિટી દ્વારા પરિપત્ર બહાર પાડી સુધારેલ માર્કશીટ ફરી મેળવવી હોય તો અરજી સાથે ફી ભરી માર્કશીટ મેળવવા જણાવાયું છે, અને એટલું જ નહીં તેમાં પણ યુનિવર્સિટી દ્વારા ધમાકા ઓફર આપવામાં આવી છે. જો માર્કશીટ તાત્કાલિક મેળવવી હોય તો 3 હજાર રૂપિયા અને માર્કશીટ 15 દિવસમાં મેળવવી હોય તો 1,500 રૂપિયા તેમજ મહિનાની અંદર માર્કશીટ મેળવવી હોય તો 500 રૂપિયાની રકમ ભરવાનું જણાવાયું છે. જોકે, યુનિવર્સિટીની ભૂલ હોવા છતાં પણ વિધાર્થીઓ પાસે આ રીતે પૈસાની ઉઘરાણી કરવી તે કેટલું યોગ્ય છે, ત્યારે વિધાર્થીઓના હિતમાં ભરૂચ જિલ્લા NSUI અને વિધાર્થી સંગઠન દ્વારા જે.પી.કોલેજના આચાર્ય અને યુનિવર્સિટીના સેનેટ સભ્ય ડો. એન.એમ.પટેલને સંબોધી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જોકે, હવે વિધાર્થીઓને વહેલી તકે પૈસા ભર્યા વગર સુધારેલી માર્કશીટ મળી રહે તેવી NSUI દ્વારા માંગ કરવામાં આવી છે.

Latest Stories