ભરૂચ: આત્મીય સંસ્કાધામમાં સભા સત્સંગની પ્રવૃત્તિ ઉપર રોક લાગતા હરિભક્તોનો હોબાળો, સત્સંગ સાથે ધૂન બોલાવી

આત્મીય સંસ્કાર ધામ-ભરૂચ મંદિર યોગી ડીવાઇન સોસાયટીના અધ્યક્ષ- પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીની હયાતીમાં અને તેમના કર કમળો દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ: આત્મીય સંસ્કાધામમાં સભા સત્સંગની પ્રવૃત્તિ ઉપર રોક લાગતા હરિભક્તોનો હોબાળો, સત્સંગ સાથે ધૂન બોલાવી

આત્મીય સંસ્કારધામ ભરૂચ ખાતે યોગી ડીવાઈન સોસાયટી હરિપ્રબોધમ પરિવારના હરિભક્તોને સભા, ધૂન, અને સત્સંગની પ્રવૃત્તિ કરતા રોકવામાં આવતા હરિભક્તોએ જિલ્લા કલેકટરના દરબારમાં પોહચી આ મુદ્દે 24 કલાક માં નિવેડો લાવવાની રજૂઆત કરવા સાથે આમરણાંત ઉપવાસની પણ તૈયારી દર્શાવવામાં આવી છે.

ભરૂચના કોલેજ રોડ પર આવેલ આત્મીય સંસ્કાર ધામ-ભરૂચ મંદિર યોગી ડીવાઇન સોસાયટીના અધ્યક્ષ- પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીની હયાતીમાં અને તેમના કર કમળો દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સોખડાનો વિવાદ હવે અહી પણ આવ્યો હોય આ આત્મીય ધામ ખાતે નિયમિત રીતે આવતા પ્રબોધ સ્વામી જૂથના હરીભકતો આત્મીય ધામ ખાતે ભજન, ધૂન પ્રાથના માટે પોહચતાં અહી બાઉન્સરો જોવા મળવા સાથે તેઓને અટકાવી પરમિશન વગર નહી આવવાની નોટિસ લગાડેલ જોતા પ્રબોધ સ્વામી જૂથના હરી ભકતોએ યોગી ડીવાઈન સોસાયટીના પ્રમુખ અને ટ્રસ્ટી વિરૂદ્ધ હોબાળો મચાવી મંદિરમાં પ્રવેશ નહી આપતા તેઓની આસ્થાને ઠેસ પોહચી હોવાનું જણાવી હિન્દુ સંપ્રદાયને તોડવાનું કાવતરું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો..મંદિરમાં પ્રવેશ ન અપાતા ભક્તો દ્વારા રસ્તા ઉપર જ સ્વામિનારાયણ મંત્રની ધૂન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. રાત્રીના આ બનાવ બાદ ગુરુવારે સવારે હરી સનાતન પ્રદેશ ભરૂચ - અંકલેશ્વર શહેર અને ગ્રામ્યના પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોએ જિલ્લા કલેકટર સમક્ષ આ મુદ્દે લેખિત આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

Latest Stories