ભરૂચ મક્તમપુરથી ધર્મનગરને જોડતા માર્ગ પર 15થી વધુ વૃક્ષનું નિકંદન

મક્તમપુરથી ધર્મનગરને જોડતા મુખ્ય માર્ગ પર કૃષિ યુનિવર્સિટી દ્વારા 15થી વધુ વૃક્ષનું નિકંદન કરાતાં પર્યાવરણ પ્રેમીઓમાં નિરાશા જોવા મળી.......

New Update

ભરૂચ શહેરના રચનાનગરના મક્તમપુરથી ધર્મનગરને જોડતા મુખ્ય માર્ગ પર કૃષિ યુનિવર્સિટી દ્વારા 15થી વધુ વૃક્ષનું નિકંદન કરાતાં પર્યાવરણ પ્રેમીઓમાં નિરાશા જોવા મળી હતી.

આજરોજ તા. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. ભરૂચ શહેરમાં પણ કૃષિ યુનિવર્સિટી કૃષી વિષયમાં આવનાર યુવાધનને કૃષી અને પર્યાવરણનું શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. તેવામાં વિશ્વ પર્યાવરણ દિવસના રોજ આ જ કૃષી યુનિવર્સિટી દ્વારા કોઇપણ જાતની મંજૂરી વિના વૃક્ષનું નિકંદન કરવામાં આવ્યું છે. રચનાનગરના મક્તમપુરથી ધર્મનગરને જોડતા મુખ્ય માર્ગ પર દિવાલ બનાવવાના હેતુથી વૃક્ષનું નિકંદન કરવામાં હતુંત્યારે સ્થાનીકો દ્વારા ઉછેરવામાં આવેલ વૃક્ષનું જ નિકંદન કરાતા વિરોધ ઉઠ્યો હતો. બનાવના પગલે પોલીસે સ્થળ પર આવી સ્થાનિકોની રજૂઆતના પગલે કામગીરી અટકાવી હતી.

Read the Next Article

ભરૂચ: ઝઘડિયા GIDCની કોહલર ઇન્ડિયા કંપની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ, તલોદરા ગામની જમીન પચાવી પાડી હોવાનો આરોપ

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
  • ભરૂચના ઝઘડિયામાં આવેલી છે કંપની

  • કોહલર ઇન્ડિયા કંપની સામે ફરિયાદ

  • તલોદરા ગ્રામપંચાયતની જમીનનો મામલો

  • જમીન પચાવી પાડી હોવાનો આરોપ

  • કોર્ટમાં દાવો દાખલ કરાયો

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલ તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન પર કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ બિનઅધિકૃત કબજો કર્યો હોવાનું સામે આવતાં કંપનીના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. સાથે જ ઝઘડિયા કોર્ટમાં ગેરકાયદેસર કબજો પરત મેળવવા માટે ન્યાયિક દાવો પણ દાખલ કરાયો છે. આ અંગે એડવોકેટ રાકેશ પરમારે જણાવ્યું હતું કે ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડે તલોદરા ગ્રામ પંચાયતની એવી જમીન પર કબજો કર્યો હતો જેનો સંપાદન પ્રક્રિયાથી કાયદેસર હસ્તાંતર થયો નથી. છતાં કંપનીએ મનસ્વી રીતે જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવતાં, પંચાયત દ્વારા વારંવાર કંપની તથા રેવન્યૂ અધિકારીઓને જમીન મુક્ત કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ પરિણામ ન મળતાં તલોદરા ગ્રામ પંચાયતે કંપનીના ડિરેક્ટરો અને મેનેજર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કલેક્ટર સમક્ષ દાખલ કરાઈ છે તેમજ કોર્ટમાં કબજો પરત લેવા માટે ન્યાયિક કાર્યવાહી શરૂ કરાઈ છે.