Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વાગરાના રહીયાદ ગામે જમીન ગુમાવનારા ખેડૂતોએ રોજગારીના પ્રશ્ને કર્યું વિરોધ પ્રદર્શન

વાગરાના રહીયાદ ગામે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, જમીન ગુમાવનારા ખેડૂતોના આક્ષેપ.

X

વાગરાના રહીયાદ ખાતે જમીન ગુમાવનારા ખેડૂતોએ રોજગારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા તંત્ર દોડતું થયું હતું.

ઔદ્યોગિક વિકાસ હેતુ માટે વાગરા તાલુકાના રહિયાદ ગામ માં જમીન વિહોણા ખેડૂતોએ વર્ષ ૨૦૦૮માં તેઓને સંપૂર્ણ ખેતીલાયક જમીન જીઆઇડીસીને સંમતિ એવોર્ડથી સંપાદન કરવામાં આવી હતી જેમાં તે સમયે જીઆઇડીસીના અધિકારી દ્વારા ટૂંક સમયમાં જમીનવિહોણા ખેડૂતોને કાયમી ધોરણે રોજગારી આપવા અને ગામના વિકાસ કરવાનો એક લેખિત વચન પત્ર વર્ષ ૨૦૦૮માં આપવામાં આવ્યો હતો.

https://youtu.be/redyrohksuUજેમાં હાલ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે 59થી વધુ લેન્ડ લૂઝર્સ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આંદોલનકારીઓ દ્વારા જીઆઇડીસીના ગેટની બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story