31stની પૂર્વ સંધ્યાએ ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ દ્વારા ડ્રીંક એન્ડ ડ્રાઇવની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર ભારત 2023ની વિદાય અને 2024ને આવકારવા થનગની રહ્યુ છે, ત્યારે વર્ષના અંતિમ દિવસ એવા 31 ડિસેમ્બરે કેટલાક લોકો 31stને યાદગાર બનાવવા એડવાન્સ સેલીબ્રેશન કરતાં હોય છે. અને ભૂલી જાય છે કે, ગુજરાતમાં દારૂબંધી છે. ગિફ્ટ સિટી સિવાય સમગ્ર ગુજરાતમાં હજુ પણ દારૂબંધીનો કડક અમલ થઈ રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાની વાગરા પોલીસ એક્શન મોડ આવી ડ્રીંક એન્ડ ડ્રાઇવ અંતર્ગત સઘન ચેકીંગ હાથ ધરી દારૂડિયાઓને નશો કરતાં પહેલા જ નશો ઉતારી દેવા આધુનિક કીટ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. વાગરાની હનુમાન ચોકડી નજીક ફોરવ્હીલ ગાડીઓ તેમજ બાઇક સવારોને થોભાવી મશીન થકી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમ્યાન મોટી સંખ્યામાં વાગરા પોલિસ મથકના પોલિસકર્મીઓ જોડાયા હતા.