"મેરી માટી મેરા દેશ" અભિયાન અંતર્ગત ભરૂચ તાલુકાના નબીપુર ગામની કુમાર શાળા ખાતે શીલા ફલકમ, વૃક્ષારોપણ, પંચ પ્રણના શપથ, વીરોને વંદન અને ધ્વજ વંદન સાહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
"પોતાનું લોહી રેડી જે તિરંગાને બચાવે છે, ધન્ય છે એવા હર એક શહીદને જે આપણા ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે...", ત્યારે "મેરી માટી મેરા દેશ" અભિયાન અંતર્ગત ભરૂચ તાલુકાના નબીપુર ગામે આવેલ કુમાર શાળા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ માટે શહીદ થનાર વીરોને યાદ કરીને સૌ કોઈએ એક સાથે શહીદ વીરોની યાદમાં બનાવેલ શીલા ફલકમનું અનાવરણ કર્યું હતું. ત્યારબાદ હાજર તમામ લોકોએ ભેગા મળી વૃક્ષારોપણ કરી વસુંધા વંદનમ કર્યું હતું. ત્યારબાદ સૌએ હાથમાં માટી-કોડિયામાં માટી લઈ પંચ પ્રણના શપથ લીધા હતા. ત્યારબાદ વીરોને વંદન કરી ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરપંચ, ડેપ્યુટી સરપંચ, તલાટી, ગામ પંચાયતના સભ્યો, ગામ સેવક, આરોગ્ય સ્ટાફ, આંગણવાડી વર્કરો તેમજ મોટી સંખ્યામાં શાળાના બાળકો અને આગેવાનો જોડાયા હતા.