ભરૂચ : ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને વિવિધ પ્રકારના હિંડોળે ઝુલાવ્યા

ભગવાન સ્વામિનારાયણના પાંચમા અનુગામી બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું આ શતાબ્દી પર્વ ચાલી રહ્યું છે.

New Update
ભરૂચ : ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને વિવિધ પ્રકારના હિંડોળે ઝુલાવ્યા

ભગવાન સ્વામિનારાયણના પાંચમા અનુગામી બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું આ શતાબ્દી પર્વ ચાલી રહ્યું છે. જેને લઈને ભરૂચની ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વિવિધ પ્રકારના હિંડોળા સજાવી ભગવાનને ઝુલાવવામાં આવ્યા

ભગવાન સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરા છેલ્લા બસો વર્ષોથી અજોડ ગુણાતીત ગુરુઓ દ્વારા આજપર્યંત વહેતી રહી છે, તેમાં જેમનું યુગો સુધી પુણ્ય-સ્મરણ કરાતું રહેશે એવા મહાન સંતવિભૂતિ અને ભગવાન સ્વામિનારાયણના પાંચમા અનુગામી બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું આ શતાબ્દી પર્વ ચાલી રહ્યું છે. સાથે શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણ માસ દરમ્યાન વિવિધ પ્રકારના હિંડોળા સજાવી ભગવાનને ઝુલાવવામાં આવે છે.ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વિવિધ પ્રકારની ચોકલેટનો હિંડોળો તેમજ કલરફુલ રીંગોનો હિંડોળો સજાવી ભગવાનને ઝુલાવવામાં આવ્યા હતા.જેનો મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો.