/connect-gujarat/media/post_banners/9e0e1e8bbc03c5e5101978b1e8b67f94cd488daa0b02d34b4ab5902e429f9a48.jpg)
ભરૂચના વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કન્યા શૈક્ષણિક સંકુલની ધોરણ-8ની વિદ્યાર્થીનીએ જિલ્લા કક્ષાની ગોળા ફેંક સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી પરિવારનું ગૌરવ વધાર્યું છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2023-24માં ભરૂચના વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.સી.ટી. પ્રાથમિક વિભાગના ગુજરતી માધ્યમની ધોરણ-8ની વિદ્યાર્થીની ગરગડિયા હુમેરા ઈલ્યાસ જિલ્લા કક્ષાની ગોળા ફેંક સ્પર્ધામાં પ્રથમક્રમ પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાની રમત માટે પસંદગી પામી છે, ત્યારે વિદ્યાર્થીની હુમેરાએ આ સિદ્ધિ બદલ તમામ વી.સી.ટી. પરિવારનો અંતઃકરણ પૂર્વક આભાર માન્યો છે. આ સાથે જ હુમેરાના ઉજ્જવળ ભવિષ્ય માટે વી.સી.ટી. પરિવાર દ્વારા શુભકામના પાઠવવામાં આવી છે.