ભરૂચ:વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો MLA રમેશ મિસ્ત્રીના હસ્તે પ્રારંભ,મોટી સંખ્યામાં લોકો જોડાયા

ભરૂચ:વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો MLA રમેશ મિસ્ત્રીના હસ્તે પ્રારંભ,મોટી સંખ્યામાં લોકો જોડાયા
New Update

ભરૂચમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજનાઓની જાણકારી આપવા અને યોજનાનો લાભ બાકી રહેલા લાભાર્થીઓને પહોંચાડવાના ઉદ્દેશ્યથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાઈ છે. આ અભિયાનમાં કેટલીક મહત્ત્વની યોજનાઓ પર વધુ ભાર મૂકવામાં આવશે અને તેનો જોરશોરથી પ્રચાર કરાશે.જે અંતર્ગત ભરૂચ તાલુકાના ભોલાવ ગ્રામ પંચાયત પ્રાથમિક શાળાના પટાંગણથી ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષતા હેઠળ ભારત સરકાર દ્વારા જન માણસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા પ્રયાસના ભાગરૂપે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભાજપ મહામંત્રી નિરલ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ,ભોલાવ ગ્રામ પંચાયત સરપંચ નિમિષા પરમાર,ઉપસરપંચ યુવરાજ પરમાર,સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

#MLA Ramesh Mistry #CGNews #Viksit Bharat Sankalp Yatra #launched #people joined #Gujarat #Bharuch
Here are a few more articles:
Read the Next Article