/connect-gujarat/media/post_banners/953d2c6e1bfaa36a5f0c493eff51b527005412a11a1019e2a54f3368c9a73405.jpg)
ભરૂચની પૂર્વપટ્ટી પર આવેલું છે તવરા ગામ
ગામનો ટાઉન પ્લાનિંગમાં કરાયો છે સમાવેશ
ગામમાં ગેસ લાઇન ન હોવાથી લોકોને મુશ્કેલી
અનેક વાર કરવામાં આવી છે રજૂઆત
ગેસલાઇનનું જોડાણ આપવામાં આવે એવી માંગ
ભરૂચના તવરા ગામના ગ્રામજનોને ગેસલાઇનનું જોડાણ ન આપવામાં આવતા તેઓમાં રોષ જોવા મળી રહયો છે ભરૂચ તાલુકાનું તવરા ગામ તાજેતરમાં જે ટાઉન પ્લાનિંગ ટી.પીમાં સમાવેશ થયો છે ત્યારે ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગ ઉપર જ એક નવા ભરૂચનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
આ પરિસ્થિતિમાં આ વિસ્તારમાં નવા બાંધકામ થયેલ સોસાયટી એપાર્ટમેન્ટોને ગુજરાત ગેસ દ્વારા ગેસ લાઇનનું જોડાણ કરી દેવામાં આવ્યું છે પરંતુ હજી સુધી કયા કારણોસર તવરા ગામને ગેસ લાઇનનું જોડાણ નહી આપવામાં આવતા ગામજનોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.ગામના છેવાડે અને ગામને અડીને આવેલી સોસાયટીઓને પણ ગેસ લાઇનને જોડાણ આપી દેવામાં આવ્યું છે. માત્ર નજીકના અંતરમાં જ ગામજનોને પણ ગેસ લાઇનનું જોડાણ આપવામાં આવે તેવી ગ્રામજનો માંગ ઉઠાવી રહ્યા છે.