ભરૂચ બેઠક પર ચૂંટણી જંગમાં ઉમેદવારી માટે આજે ભાજપ, AIMIM, બહુજન મુક્તિ પાર્ટી અને અપક્ષોએ ફોર્મ મેળવ્યા હતા.
22 ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણીનો ધમધમાટ શુક્રવારથી શરૂ થઈ ગયો છે. આજે ચૂંટણી તંત્ર દ્વારા નોટિફિકેશન એટલે કે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આજથી 19 એપ્રિલ સુધી જાહેર રજાઓ સિવાય ઉમેદવારી પત્રો ભરી શકાશે.ભરૂચ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવા તારીખ 15મી એપ્રિલના રોજ વિજય મુરતમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. આ સાથે જ શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવશે અને વિશાળ રેલી કાઢી નામાંકન નોંધાવશે.બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા દ્વારા 17મીએ જાહેરસભા બાદ તારીખ-18મી એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરવામાં આવશે. તેઓ દ્વારા પણ વિશાળ રેલી કાઢવામાં આવશે અને ત્યારબાદ ફોર્મ ભરવામાં આવશે.જ્યારે ભારત આદિવાસી પાર્ટીના BAP દિલિપ વસાવા તારીખ-19મી એપ્રિલના રોજ ફોર્મ ભરે તેવી શક્યતા છે.