Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મહિલાઓએ પતિના લાંબા આયુષ્ય માટે વટસાવિત્રી વ્રતની પૂજા કરી

હિન્દુ પૌરાણિક માન્યતા અનુસાર પતિના દીર્ધ આયુષ્ય માટે પત્નીઓ દ્વારા વટસાવિત્રીનું વ્રત રાખવામાં આવે છે.

X

હિન્દુ પૌરાણિક માન્યતા અનુસાર પતિના દીર્ધ આયુષ્ય માટે પત્નીઓ દ્વારા વટસાવિત્રીનું વ્રત રાખવામાં આવે છે. તે માટે ભરૂચ શહેરમાં પણ વિવિધ મંદિરોમાં આજે મહિલાઓ પહોચી હતી અને પૂજન અર્ચન કર્યું હતું.

દેશભરમાં સૌભાગ્યવતી મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે વટ સાવિત્રીનું વ્રત કરે છે. તેમજ ઉપવાસ રાખીને વડના વૃક્ષ અને યમદેવની પૂજા કરે છે. ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતિક માનવામાં આવે છે. વટ સાવિત્રીના વ્રતમાં વડ અને સાવિત્રી, બંનેનું ખુબજ વિશેષ મહત્વ હોય છે. આપણા પ્રાચીન પુરાણો અનુસાર વટ વૃક્ષ ના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં ભગવાન વિષ્ણુ અને અગ્રભાગમાં ભગવાન શિવનો વાસ માનવામાં આવે છે. તેમજ એવું પણ કહેવામાં આવે છે કે તેને નીચે બેસીને પૂજા તેમજ વ્રતકથા વગેરે સાંભળવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. જેથી મહિલાઓ દ્વારા પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે આજ રોજ ભરૂચ શહેરના વિવિધ મંદિરોના પટાંગણ અને સોસાયટીમાં આવેલા વડના વૃક્ષની પ્રદક્ષિણા કરી પૂજા-અર્ચના કરી વટ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી.

Next Story