/connect-gujarat/media/post_banners/eee30974b92656f3ecf0acce2400ab4a89e738593231ffd93ba6f1f6b00a668f.jpg)
સંસ્કૃતિ સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ જિલ્લાની મહિલાઓ માટે હોસ્ટેગ્રાઉન્ડ ખાતે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી
સંસ્કૃતિ સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ જિલ્લાની મહિલાઓ માટે હોસ્ટેગ્રાઉન્ડ ખાતે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં 6 ટીમોએ ભાગ લીધો હતો જેમાં 8 ઓવર રમી મહિલાઓએ સ્ત્રી શક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ આયોજન સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાના સ્થાપક હેમાબેન પટેલ ,મહિલા પ્રમુખ ઉષાબેન, ભાવનાબેન સાવલિયા, અંજુબેન ચૌધરી, સહિત સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહી મહિલાઓને પ્રોત્સાહિત કરી ઉત્સાહ વધાર્યો હતો.