ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે Women @ work વિષય પર ઓનલાઇન વેબીનાર યોજવામાં આવ્યો હતો.
નારી શકિતની ગાથાનું વર્ણન કરતાં અને મહિલાઓને સન્માનિત કરવાના તથા તેમના પ્રતિ આદરભાવ વ્યકત કરવાના દિવસ વિશ્વ મહિલા દિવસની ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ઉજવણી કરવામાં આવી. ભારતમાં સોશિયલ મિડીયા પર પીએચડી કરનારા એક માત્ર ડૉ. ખુશ્બુ પંડયાના સાંનિધ્યમાં વુમન એટ વર્ક વિષય પર વેબીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૦૦થી વધુ વિદ્યાર્થીનીઓ અને મહિલાઓએ ભાગ લીધો હતો. વેબીનારના અન્ય વકતાઓમાં વંદનાબા ચુડાસમા, ડો માયા વાલેચા, ડો વંદના દમાણી અને નિકિતા મિસ્ત્રીનો સમાવેશ થતો હતો.
વંદનાબા ચુડાસમા એક ઉમદા રમતવીર છે અને સારા શુટર છે. તેમણે રમત પ્રત્યેની તેમની રૂચિ અને સફળતા મેળવવા માટે કરેલા પ્રયાસોનો ચિતાર આપ્યો હતો. નિકિતા મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પ્રેરણા અને તકો આપણી આજુબાજુ જ છે બસ એને ઓળખવાની જરૂર છે. ડો માયા વાલેચાએ ઇક્વાલિટી પર એમના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. ડો વંદના દમાણીએ "હેલ્થ ઇઝ વેલ્થ" પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ વેબિનારમાં કનવિનર તરીકે ડૉ નિધિ ચૌહાણ, પ્રોફેસર અને કો-ઓર્ડીનેટર તરીકે હાજરા પટેલએ સેવાઓ આપી હતી.