ભરૂચ: અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી, શૈક્ષણિક કીટનું કરવામાં આવ્યુ વિતરણ

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ પ્રોબેશન અધિકારીના હસ્તે મનો દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

ભરૂચ: અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી, શૈક્ષણિક કીટનું કરવામાં આવ્યુ વિતરણ
New Update

વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે કરવામાં આવી હતી. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ પ્રોબેશન અધિકારીના હસ્તે મનો દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

ભરૂચ જિલ્લાની નિશુલ્ક નિવાસી એક માત્ર સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્ર મનો દિવ્યાંગ ક્ષેત્રે કામ કરે છે.3જી ડિસેમ્બરના રોજ" વિશ્વ દિવ્યાંગ દિવસ"ની ઉજવણી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.વાય.મંડોરીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. શાળામાં બાળકો દ્વારા વિવિધ પ્રકારની રંગોળીની સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સમાજ સુરક્ષા કચેરી દ્વારા શૈક્ષણીક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.વાય. મંડોરી, પ્રો અધિકારી મુકેશ મુનિયા તેમજ બાળ સુરક્ષા એકમના ભૂપેશભાઈએ હાજરી આપી હતી. સમાજ સુરક્ષા અધિકારીએ દિવ્યાંગોને મળતા લાભો, સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત રીતે માહિતી આપી હતી.

#Bharuch #Gujarat #CGNews #distributed #celebrated #Asmita Vikas Kendra #educational kits #World Day of the Disabled #Tralsa
Here are a few more articles:
Read the Next Article