/connect-gujarat/media/post_banners/0e74d81c8b4399a5840527b1c836aaf29308f1176eb16d51bb125b7f1c0aaa5f.jpg)
આજરોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ સિવિલ હોસ્પિટલ સંકુલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જોકે, વરસતા વરસાદ વચ્ચે પણ લોક જાગૃતિના કાર્યક્રમને માણ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.
સમગ્ર વિશ્વમાં તા. 11 જુલાઈનો દિવસ વિશ્વ વસ્તી દિવસ તરીકે મનાવવામાં આવે છે, ત્યારે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે કુટુંબ નિયોજનના કાર્યક્રમ સાર્થક થાય તે હેતુસર વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ સંકુલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જોકે, વરસતા વરસાદ વચ્ચે પણ લોકોમાં જાગૃતિ ફેલાવતા કાર્યક્રમને લોકોએ માણ્યો હતો. આ પ્રસંગે સિવિલ હોસ્પિટલ સ્ટાફ સહિત મેડિકલ કોલેજની વિદ્યાર્થીનીઓ પણ જોડાય હતી.