/connect-gujarat/media/post_banners/19c9c8aa9911e472a4491b53b16fc001a5de975a9e244c138770b9ecda4e65ee.jpg)
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો. આજરોજ ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વ. જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889માં અલ્હાબાદમાં થયો હતો. સ્વતંત્રતાની ચળવળમાં પણ જવાહર નેહરુનું મહત્વનું યોગદાન હતું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની નિવ પણ જવાહરલાલ નહેરુએ જ મૂકી હતી. ત્યારે તેવા દીર્ઘદ્રષ્ટા જવાહરલાલ નહેરુની જન્મ જ્યંતી નિમિતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નહેરુજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ તેજપાલ શોકી, મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાળા, નિકુળ મિસ્ત્રી, અરવિંદ સિંહ દોરાવાળા સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.