ભરૂચ નગર સેવા સદન સામે લોકોમાં રોષ
વરસાદી કાંસનો સ્લેબ અનેક જગ્યાએ ધરાશાયી
પ્રમુખ અમિત ચાવડાએ કર્યું નિરિક્ષણ
સ્થાનિકોના પ્રશ્નના નિરાકરણની ખાતરી આપી
ભરૂચના આલી માતરીયા તળાવ સહિત સેવાશ્રમ રોડ નજીકથી એક કિલોમીટર સુધીની વરસાદી કાંસનો સ્લેબ ઠેક ઠેકાણે ધસી પડ્યો છે અને અહીંથી પસાર થતા લોકો ગટરમાં ખાખી રહ્યા છે એક મહિલાનું મોત થયું છે જ્યારે બાળકો પણ ગટરમાં ખાબકી રહ્યા હોવાના વિવાદ વચ્ચે સ્થાનિકોએ પણ હવે આંદોલનનું ફૂંકી નગરપાલિકા ખાતે પહોંચી જતા પ્રમુખે પણ પોતાની કેબિન છોડીને સ્થળ નિરીક્ષણ કરવાની ફરજ પડી હતી.નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડાએ સ્થળ નિરિક્ષણ કરી સ્થાનિકોના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી