Connect Gujarat
ભરૂચ

ભરૂચ: મુલદ ગામ નજીક સાયકલિંગ કરવા નિકળેલા કોંગ્રેસના યુવા આગેવાન પર હુમલો, વાંચો શું છે મામલો

ભરૂચ ઝઘડીયા તાલુકાનાં મૂલદ ગામ પાસે સાયકલિંગ માટે નીકળેલ તાલુકા કોંગ્રેસ આગેવાનને અટકાવી બુકાની ધારી ત્રણ ઇસમોએ લાકડાના સપાટા વડે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

ભરૂચ: મુલદ ગામ નજીક સાયકલિંગ કરવા નિકળેલા કોંગ્રેસના યુવા આગેવાન પર હુમલો, વાંચો શું છે મામલો
X

ભરૂચ ઝઘડીયા તાલુકાનાં મૂલદ ગામ પાસે સાયકલિંગ માટે નીકળેલ તાલુકા કોંગ્રેસ આગેવાનને અટકાવી બુકાની ધારી ત્રણ ઇસમોએ લાકડાના સપાટા વડે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

ભરૂચના ઝઘડીયા તાલુકાનાં મૂલદ ગામના કમલા નિવાસ પેટ્રોલ પંપની બાજુમાં રહેતા અને ઝઘડીયા તાલુકા કોંગ્રેસના યુવા આગેવાન ધનરાજ દલપતસિંહ વસાવા ગતરોજ સવારે 7:30 કલાકે પોતાની સાઇકલ લઈ મૂલદ ઓવર બ્રિજના સર્વિસ રોડ ઉપર રોંગ સાઇડે ટોલ નાકા તરફ જતાં હતા જેઓ ત્યાંથી મૂલદ ગામના કાચા રોડ બાજુ જઈ રહ્યા હતા તે દરમિયાન કાળા કલરની સિયાઝ ગાડી ઉભેલ હતી જે ગાડી પાસે સાઇકલ લઈ ધનરાજ વસાવા પસાર થતો હતો તે વેળા એક ઈસમ ગાડીમાંથી ઉતરી સાયકલિંગ માટે આવેલ કોંગ્રેસના આગેવાનને અપશબ્દો ઉચ્ચારી ઝપાઝપી કરી હતી જે ઝપાઝમીમાં માસ્ક ખેંચાઇ જતાં અપશબ્દો ઉચ્ચારી રહેલ ઈસમ ભરૂચની રચના નગર સોસાયટીમાં રહેતો અમિત નરપત વસાવા હતો જે બાદ ગાડીમાં બેસેલ અન્ય બે ઇસમો પણ નીચે ઉતરી ધનરાજ વસાવા ઉપર લાકડીના સપાટા વડે તૂટી પડ્યા હતા અને માર મારી આજે તને પૂરો જ કરી નાખીશું તેમ કહી માર માર્યો હતો મારામારીને પગલે રોડ પર ગામના માણસો આવી જતાં ત્રણેય ઇસમો આજે તું બચી થયો છે બીજીવાર નહીં બચે તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા.મારામારી અંગે ઝઘડીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Next Story