/connect-gujarat/media/post_banners/8794680812c78dbe1a3fa09fd3865be995abdde0fd83c2f3c7d3fd51ef0abbf6.jpg)
ડ્રગ્સ વિરોધી અભિયાન સાથે અરુણાચલ પ્રદેશના યુવાન દ્વારા પગપાળા યાત્રા શરૂ કરવામાં આવી છે જે આજે ભરૂચના જંબુસર ખાતે આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું
હાલના સમયમાં યુવાઘન નશાના રવાડે ચડ્યું છે. યુવાધનને નશા મુક્ત કરવા અને ડ્રગ્સ અંગે જનજાગૃતિ ફેલાવવા હરિયાણાના અરવિંદ જાદવ અરુણચલ પ્રદેશથી 15 1 2023 ના રોજ પગપાળા નીકળી આસામ, બિહાર, યુપી, બેસ્ટ બંગાલ થઈ 7,800 kmનું અંતર કાપી ભરૂચ જિલ્લા જંબુસર ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું સ્વાગત કરાયું હતું.પદયાત્રી સોમનાથ,દ્વારકા, થઈ કોટેશ્વર ખાતે તેમની યાત્રા પૂર્ણ કરશે. ભારતમાંથી ડ્રગ્સ નાબુદી થાય તે માટે સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી બાળકો ડ્રગ્સની ઝપેટમાં ન આવે, બાળકો ડ્રગ્સથી દૂર રહે એ સહિતની માંગ સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.