ભરૂચનું "ગૌરવ" : 10 વર્ષીય મહેર પટેલે ટાઈકવોંડો રમતમાં મેળવ્યો સિલ્વર મેડલ...

શહેરના સેવાભાવિ યુવાની દીકરીએ ઓલમ્પિયામાં રમાતી ટાઈકવોંડો રમતમાં સબ જુનિયર કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવી સમગ્ર જિલ્લા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

New Update
ભરૂચનું "ગૌરવ" : 10 વર્ષીય મહેર પટેલે ટાઈકવોંડો રમતમાં મેળવ્યો સિલ્વર મેડલ...

ભરૂચ શહેરના સેવાભાવિ યુવાની દીકરીએ ઓલમ્પિયામાં રમાતી ટાઈકવોંડો રમતમાં સબ જુનિયર કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવી સમગ્ર જિલ્લા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

ભરૂચ શહેરના ઝાડેશ્વર ખાતે આવેલ શબરી વિદ્યાલયમાં અભ્યાસ કરતી 10 વર્ષીય મહેર પટેલે ભરૂચમાં ગુજરાત સ્ટેટ મેરિટલ આર્ટ્સ ગેમ-2022ના આયોજન હેઠળ ઓલમ્પિયામાં રમાતી ટાઈકવોંડો રમતમાં ભાગ લીધો હતો. મહેર પટેલે ટાઈકવોંડો રમતમાં સિલ્વર મેડલ મેળવી ભરૂચનું તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે, ત્યારે મહેર પટેલને ભારતીય જનતા પાર્ટીના હાલના મંત્રી બચુ ખાબડના હસ્તે સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.