Connect Gujarat
ભરૂચ

ગેસ લિકેજ થતાં અફરાતફરી..! : અંકલેશ્વરના સજોદ નજીક GSPL ગેસ ટર્મિનલ ખાતે ગેસ લાઈનમાં લિકેજ, અંતે મોકડ્રીલ જાહેર કરાય...

સજોદ ગામ નજીક આવેલા GSPLના ગેસ ટર્મિનલ ખાતે ગેસ પાઇપલાઈનમાં સામાન્ય ગેસ લિકેજ થતાં અફરાતફરી મચી જવા પામી હતી

ગેસ લિકેજ થતાં અફરાતફરી..! : અંકલેશ્વરના સજોદ નજીક GSPL ગેસ ટર્મિનલ ખાતે ગેસ લાઈનમાં લિકેજ, અંતે મોકડ્રીલ જાહેર કરાય...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ નજીક આવેલા GSPLના ગેસ ટર્મિનલ ખાતે ગેસ પાઇપલાઈનમાં સામાન્ય ગેસ લિકેજ થતાં અફરાતફરી મચી જવા પામી હતી. જોકે, અંતે મોકડ્રીલ જાહેર થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ નજીક આવેલા GSPLના ગેસ ટર્મિનલ ખાતે ગેસ પાઇપલાઈનમાં સામાન્ય ગેસ લિકેજ થયું હોવાની માહિતી ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડ દ્વારા GSPLમાં આપવામાં આવી હતી. જેની તપાસ કરતા ગેસ લિકેજનું પ્રમાણ વધુ છે તેવું જાણવા મળ્યું હતું. આવી પરિસ્થિતિને ધ્યાને રાખી એક મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી. જેમાં અંકલેશ્વર મામલતદાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

મોકડ્રીલની વાત કરીએ તો, લાગેલી આગ કાબૂ બહાર જતા જીલ્લા વહીવટી તંત્રને આ બાબતે જાણ કરાતા અંકલેશ્વર મામલદારની સૂચના મુજબ ત્યારબાદ તેમાં આગ લાગી હોવાથી તેને LEVEL-3 જાહેર કરવામાં આવ્યું, અને અંકલેશ્વર નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા આગને કાબુમાં લઈ તે લિકેજને બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મદદનીશ નિયામક, ઔધોગિક સલામતી તેમજ સ્વાસ્થ્ય અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા ગેસ ડિટેકટરની મદદથી લોકેશન પર ગેસનું પ્રમાણ ચેક કરતા તે નહિવત આવતા મામલદાર દ્વારા સાઈટ વિઝીટ કરીને ઓલ ક્લીયરનું સિગ્નલ અપાતાં અંતે આ મોકડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. આ મોકડ્રીલ દરમિયાન દુર્ઘટના સ્થળ પર ફાયર વિભાગ, પોલીસ વિભાગ, ડીઝાસ્ટર વિભાગ, મામલતદાર અને મેડીકલ વિભાગના કર્મીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત વિવિધ ઔધોગિક એકમોના પ્રતિનિધિઓ અને GSPL સ્ટાફ ઉપસ્થિત રહી ડીબ્રીફિંગ સેશનમાં આ મોકડ્રીલની વિગતવાર ચર્ચા કરી વિવિધ પાસાઓની ચર્ચા કરવામાં હતી.

Next Story