Connect Gujarat
ભરૂચ

છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાશે, લોકસભા ચૂંટણી લડે એવી ચર્ચા

છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાશે, લોકસભા ચૂંટણી લડે એવી ચર્ચા
X

ભરૂચ આદિવાસી પટ્ટીમાં છોટાઉદેપુરથી શરૂ થયેલું ભાજપનું ઓપરેશન લોટસ હવે ભરૂચ જીલ્લામાં આવી ચુકયું છે. ઝઘડિયા વિસ્તારનાં દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ટુ઼ક સમયમાં ભાજપમાં જોડાઇ જશે. મહેશ વસાવા હાલ ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. 2022માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહેશ વસાવાએ તેમના પિતા અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા સામે બળવો કરીને પિતાની ટિકીટ કાપી નાંખી હતી.

પિતા અને પુત્ર વચ્ચેના વિખવાદમાં ઝઘડિયા વિધાનસભા બેઠક પર પ્રથમ વખત ભાજપનો ભગવો લહેરાયો હતો. આ બેઠક પર કોંગ્રેસના ધમપછાડા છતાં ઇન્ડિયા ગઠબંધને દેડિયાપાડાના વર્તમાન ધારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા઼ હોવાથી કોંગ્રેસમાં બે ભાગલા પડી ગયાં છે. બીજી તરફ દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ ટુંક સમયમાં ભાજપમાં જોડાઇ જશે. શુક્રવારે મહેશ વસાવાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, તેઓ ભાજપમાં જોડાઇ રહયાં છે અને મોટુ સંમલેન પણ કરશે.

Next Story