Connect Gujarat
ભરૂચ

“ભારત જોડો ન્યાય યાત્રા”ને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી ઉષા નાયડુએ નર્મદા-રાજપીપળા ખાતે યોજી બેઠક...

કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી ઉષા નાયડુએ રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે કાર્યકરો સાથે બેઠક યોજી

X

રાહુલ ગાંધી દ્વારા યોજાય છે ભારત જોડો ન્યાય યાત્રા

યાત્રાનું તા. 9મી માર્ચે થશે નર્મદા જિલ્લામાં આગમન

કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી ઉષા નાયડુએ યોજી બેઠક

કોંગી આગેવાનો અને કાર્યકરોને જવાબદારી સોંપાય

ભાજપ સરકાર પર કોંગ્રેસ રાષ્ટ્રીય મહામંત્રીના પ્રહાર

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાનું તા. 9મી માર્ચના રોજ નર્મદા જિલ્લામાં આગમન થવાનું છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી ઉષા નાયડુએ રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે કાર્યકરો સાથે બેઠક યોજી હતી. નર્મદા જિલ્લામાં તા. 9મી માર્ચના રોજ કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાનું આગમન થવાનું છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી ઉષા નાયડુએ રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે કાર્યકરો સાથે બેઠક યોજી હતી.

ઉષા નાયડુએ જણાવ્યું હતું કે, અમારા નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને લોકોમાં ખૂબ ઉત્સાહ છે. મોટી સંખ્યા લોકો કોંગ્રેસ વિચારધારા સાથે જોડાય છેની તેઓએ વાત કરી હતી. આ સાથે ભાજપ પર તીખા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપમાં નેતૃત્વની કમી છે. એટલે કોંગ્રેસના સિનિયર નેતાઓને ભાજપમાં જોડાવા માટે તલપાપડ થઈ રહ્યા છે.

કોંગ્રેસના તૈયાર નેતા લઈને ભાજપને તેઓ મજબૂત બનાવી રહ્યા છે. ભાજપ જે પ્રમાણે રાજનીતિ કરી છે, તેના પરથી સાફ ખબર પડે છે કે, તે ડરી રહી છે, અને એ જાણી ગઈ છે, તૈયાર નેતા કોંગ્રેસ પાર્ટીમાં થાય છે. એટલે અમારા નેતાઓને તોડી રહી છે. પંરતુ અમારી લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ ખૂબ સારી છે. કોંગ્રેસ AAPના ગઠબંધન સાથે 26 બેઠકો ચોક્કસ જીતીશે તેમાં કોઈ બે મત નથી તેવું પણ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી ઉષા નાયડુએ જણાવ્યુ હતું.

Next Story